JNV gujarati quiz | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 17
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી ફકરો – 17
રણપ્રદેશમાં અનેક પ્રકારના પશુ-જીવન હોય છે. રાતમાં રણપ્રદેશની ગરોળી પોતાના દરમાંથી બહાર આવે છે. અનેક પ્રકારના ઝેરી સાપ, વીંછી, શિયાળ અને કીડી-મંકોડા અને પક્ષીઓ અહીંયા જોવા મળે છે. સહારા, અરબ અને થારના રણમાં સ્થાનિક લોકો દ્વારા પોતાનો સામાન એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે ઊંટનો ઉપયોગ કરે છે. ઊંટને ‘રણનું વહાણ' પણ કહે છે. તે રેતીમાં માઈલો સુધી ચાલી શકે છે. તેની આંખોની પાપણ લાંબી હોય છે અને તે પોતાના નાકના છિદ્રને બંધ રાખી શકે છે. આવી રીતે તે રેતીથી તેની આંખો અને નાકને બચાવી શકે છે. તેના પગ સપાટ અને ગાદીવાળા હોય છે અને તેની પીઠ પર એક અથવા બે ખૂંધ હોય છે. ઊંટ એકવારમાં કેટલાય લિટર પાણી પી શકે છે અને પછી એક અઠવાડિયાથી વધુ પાણી વગર રહી શકે છે. રણમાં રહેનારા માટે ઊંટ અનિવાર્ય છે.
ઊંટ પાણી વગર એક અઠવાડિયાથી વધારે રહી શકે છે, કારણ કે -
તે રેતીમાં માઈલો સુધી ચાલી શકે છે.
તેના પગ ગાદીવાળા હોય છે.
તે એકવારમાં કેટલાય લિટર પાણી પી શકે છે.
તેની પીઠ પર એક અથવા બે ખૂંધ હોય છે.
આપેલ ફકરામાં 'અનિવાર્ય' શબ્દનો અર્થ
છે –
બિનજરૂરી
અર્થપૂર્ણ
મહત્ત્વપૂર્ણ
જરૂરી
ઊંટ પોતાની આંખ અને નાકને રેતીથી કેવી રીતે બચાવે છે?
ગાદીવાળા પગ હોવાથી
લાંબી પાપણ અને નાક બંધ રાખવાની ક્ષમતા હોવાથી
પીઠ પર એક અથવા બે ખૂંધ હોવાથી
અઠવાડિયાઓ સુધી પાણી વગર જીવીત રહેવાથી
આ અનુચ્છેદ માટે યોગ્ય શીર્ષક હશે –
રણનું જીવન
રણમાં ઊંટનો ઉપયોગ કારણ
રણમાં રાત્રી - જીવન
ઊંટ ૨ણનું વહાણ
કયા પશુઓ રાત્રે પોતાના દરમાંથી
બહાર નીકળે છે ?
ઝેરીલા સાપ
કીડી - મંકોડા
શિયાળ
રણપ્રદેશની ગરોળીઓ
અંગ્રેજોને પણ ભારતના ગણિત વિજ્ઞાન અને ભાષા શિક્ષકોની જરૂર



0 Comments