JNV, NMMS, PSE

TICKER

Advertisement

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 21

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.

jawahar navodaya vidhyalaya selection test in gujarati

Jawahar Navoday ane balachadi sainik school enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako.


ગુજરાતી અર્થગ્રહણ (Gujarati interpretation) ફકરો – 21

સવારથી રાત સુધીમાં તમારી આસપાસ થતાં કેટલાંય પરિવર્તનોનું તમે નિરીક્ષણ કરો છો. તમે તેનું ઘરમાં, શાળામાં, રમતના મેદાનમાં કે બીજે કયાંક નિરીક્ષણ કરતા હો છો. ઉદાહરણ તરીકે, તમે જે પરિવર્તનો જુઓ છો તેમાંનાં કેટલાંક છે. ઋતુનો અચાનક ફેરફાર, વરસાદ, છોડમાં પુષ્પો, બીજ પર કૂંપળો, પાકી જતા ફળ, સુકાઈ જતાં કપડા, રાત ને દિવસનો ફેરફાર, પીગળતો બરફ, પાણીનું બાષ્પીભવન, બળી જતું બળતણ, ચડી જતા ચોખા, તૈયાર થતી રોટલી, દૂધમાંથી થતું દહીં, લોઢા પર ચડતો કાટ, કૂટતા ફટાકડા વગેરે. આ પરિવર્તનોને કારણે વસ્તુઓમાં જુદી જુદી જાતના ફેરફારો પણ થાય છે. જેમ કે સ્થાન; આકાર, કદ, રંગ, સ્થિતિ, ઉષ્ણતામાન, મેળવણી કે માળખું બદલાય છે. પરિવર્તન થવાનું હંમેશા એક ખાસ કારણ હોય છે.


quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 21

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain








તમે આસપાસ થતાં કેટલાંય પરિવર્તનોનું નિરીક્ષણ કરો છો. 'આસપાસ' શબ્દ દર્શાવે છે.

માત્ર ઘર

માત્ર શાળા

માત્ર રમતનું મેદાન

બધાં જ સ્થળો

 

ફકરામાં જણાવેલાં પરિવર્તનોમાં નીચેની બાબતો નથી આવતી.

સ્થાન અને આકાર

કદ અને રંગ

કિંમત અને મૂલ્ય

મેળવણી અને માળખું

 

પરિવર્તન કયારે ન થાય?

કંઇ કારણ ન હોય તો.

રકમ ન ચૂકવી હોય તો.

જો તે અચાનક થાય તો .

એની માગણી ન કરી હોય ત્યાં સુધી.

 

આપણી આસપાસના પરિવર્તનોમાં નીચે દર્શાવેલામાંથી શેનો ઉલ્લેખ નથી?

ધાતુ પર કાટ લાગવો.

અનાજ રાંધવું.

પાણીનું વરાળ થઇ જવું.

નદીનું વહેણ બદલાવું.

 

આ ફકરા માટે સૌથી યોગ્ય શીર્ષક કયું છે?

પરિવર્તનના કારણો

જાત જાતના ફેરફારો

વસ્તુઓના આકારમાં ફેરફાર

આસપાસના પરિવર્તનો

Post a Comment

0 Comments