JNV, NMMS, PSE

TICKER

Advertisement

navoday gujarati fakara | gujarati paragraph | નવોદય માટે ગુજરાતી ફકરા

navoday gujarati fakara | gujarati paragraph|નવોદય માટે ગુજરાતી ફકરા - 5

jawahar Navodaya Vidhyalaya enter exam std-6 mate gujarati fakara - gujarati paragraph mari website new info guru par dar vakhate nava nava fakara mukavama aavase. digital yug ma smart rite student sike temate gujarati fakara ni niche MCQ pakarna exam mujab prashn mukavama aavase.

navodaya-gujarati-fakara


ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો ના સાચા વિકલ્પ પસંદ કરો. તમારા જવાબો ખોટા પડે તો તેની સમજુતી ટેસ્ટ નીચે આપેલી છે. જેથી તમે ખોટુ પડવાનું કારણ સમજી શકો.

ગુજરાતી ફકરા નંબર- 5

કેટલાક વર્ષો પહેલા જાપાનનાં બાળકોએ જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો અને તેમને હાથી મોકલવાની વિનંતી કરી. ભારતીય બાળકો તરફથી તેમને એક સુંદર હાથી મોકલ્યો. આ હાથી મૈસૂરથી આવ્યો હતો. તેને દરિયાઇ માર્ગ (વહાણમાં) જાપાન મોકલવામાં આવ્યો. એ જ્યારે ટોકિયો પહોચ્યો ત્યારે હજારો બાળકો તેને જેવા આવ્યાં. તેમાંનાં ઘણાંએ કયારેય હાથીને જોયો ન હતો. આ ભવ્ય પ્રાણી આ રીતે ભારતનું એક પ્રતીક તેમજ તેમનાં અને ભારતનાં બાળકો વચ્ચે કડી (સાંકળ) રૂપ બન્યું, નેહરુ ઘણા જ ખુશ થયા કે આપણી આ ભેટે જાપાનનાં ઘણાં બાળકોને પુષ્કળ આનંદ આપ્યો અને તેમને આપણા દેશ વિશે વિચાંરતા કરી મૂકયા.


quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 5

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain





તેમણે તેમને સુંદર હાથી મોકલ્યો' આ વાકયમાં ‘તેમને’ શબ્દ શેના માટે વપરાયો છે?

મૈસૂરના બાળકો માટે

જાપાનનાં બાળકો માટે

ટોકિયોના બાળકો માટે

જાપાનના પ્રાણી સંગ્રહાલય માટે

સમજુતિ-  તેમણે - જવાહરલાલ નેહરુ , તેમને- જાપાનનાંં બાળકો 

 


હાથીએ ભારતથી જાપાન સુધીની મુસાફરી કરી.

વહાણમાં

વિમાનમાં

આગગાડીમાં

જમીનમાર્ગે

સમજુતિ-  તેને દરિયાઇ માર્ગ (વહાણમાં) જાપાન મોકલવામાં આવ્યો. આવુ ફકરામાં આપેલ છે.



હજારો જાપાની બાળકો હાથીને જોવા ટોકિયો આવ્યા કારણકે -

તે ભારતથી મોકલવામાં આવ્યો હતો.

તે પાળેલો હાથી હતો.

તે ભવ્ય પ્રાણી હતુ.

તે પહેલા તેણે કયારેય હાથી ને જોયો ન હતો.

સમજુતિ-  "તેમાંનાં ઘણાંએ કયારેય હાથીને જોયો ન હતો." આવુ ફકરામાં આપેલ છે.



નહેરુને ઘણો આનંદ થયો , કારણ કે ?

તેમણે હાથીને જાપાન મોકલ્યો.

તેમની ભેટે જાપાનના બાળકોને ભારત વિશે વિચારતા કરી મૂકયા.

હાથીએ દરિયાઇ માર્ગે ઘણી લાંબી મુસાફર કરી.

જાપાનમાં હાથી સુખી હતો.

સમજુતિ-  "આપણી આ ભેટે જાપાનનાં ઘણાં બાળકોને પુષ્કળ આનંદ આપ્યો અને તેમને આપણા દેશ વિશે વિચાંરતા કરી મૂકયા.આવુ ફકરામાં આપેલ છે.



નહેરુએ હાથીને જાપાન મોકલ્યો કારણ કે -

તેમને હાથી ગમતો હતો.

હાથી ભવ્ય પ્રાણી છે.

જાપાનના બાળકોએ તેને મંગાવ્યો હતો.

જાપાનની સરકારે મંગાવ્યો હતો.

સમજુતિ-  "કેટલાક વર્ષો પહેલા જાપાનનાં બાળકોએ જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો અને તેમને હાથી મોકલવાની વિનંતી કરી.આવુ ફકરામાં આપેલ છે.

Post a Comment

0 Comments