JNV, NMMS, PSE

TICKER

Advertisement

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 22

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.

jawahar navodaya vidyalaya selection test in gujarati



Jawahar Navoday ane balachadi sainik school enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako.


ગુજરાતી અર્થગ્રહણ (Gujarati interpretation) ફકરો – 22

અક્કલવાળા પ્રાણીઓમાં હાથીની ગણના થાય છે. તે કેટલો ભવ્ય લાગે છે! માણસજાતને તે કેટલો ઉપયોગી છે! શિકારીને નિશાન લેવા માટે તે કેટલો મોટો છે! તેનું માથું પણ કેટલું મોટું છે! સ્વભાવે તે ઉમદા છે. આવા પ્રાણીને મારવાનું મુદ્દલે મન ન થાય. તેને જોતાં જ આપણને ગમે, એના પર વહાલ આવે, તેને માટે માન ઉત્પન્ન થાય. વે તો હિંદભરમાં સ૨કા૨ ત૨ફથી હાથીના શિકારની સખત મનાઇ છે. ફક્ત ગાંડા હાથીને જ મારવાની પરવાનગી મળે છે. બીજું, હાથીને ગોળી મારીએ અને તે જે દર્દભરી મોટી મરણચીસો પાડે છે, તે ભલભલા સખત હૃદયના શિકારીને પણ પિગળાવી દે છે. આવા મહાન જાનવરની તે વખતની કરુણ ચીસો ભલભલાથી સાંભળી શકાય નહિં એવી દુઃખમય હોય છે.


quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 21

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain








સરકારે હાથીઓની રક્ષા માટે શું કર્યું છે?

હાથીઓને પ્રાણીસંગ્રહાલયમાં રાખવાનો આદેશ આપ્યો છે.

હાથીઓને વનમાં ફરતા રહેવા દેવાનો આદેશ આપ્યો છે.

હાથીઓને માટે રક્ષકોની વ્યવસ્થા કરી છે. 

હાથીઓના શિકારની જરાપણ છૂટ નથી આપી.

 

તે દર્દભરી મોટી મરણચીસો પાડે છે’માં ‘મરણચીસો’ એટલે શું?

 મરણ માટે ચીસો

 મરણની ચીસો

 મરણ વખતે પડાતી ચીસો

 મરણમાં ચીસો

 

આ ફકરા મુજબ હાથીની ગણતરી કેવા પ્રાણીઓમાં થાય છે?

શક્તિશાળી પ્રાણીઓમાં હાથીની ગણતરી થાય છે.

બુદ્ધિશાળી પ્રાણીઓમા હાથીની ગણતરી થાય છે.

હિંસક પ્રાણીઓમાં હાથીની ગણતરી થાય છે.

ખૂબ જાડાં પ્રાણીઓમાં હાથીની ગણતરી થાય છે.

 

હાથી સ્વભાવે કેવો છે?

ઉમદા

બહાદુર

લુચ્ચો

ભવ્ય

 

શિકારીને નિશાન લેવા માટે તે કેટલો મોટો છે” આ વાક્યનો અર્થ થાય છે

શિકારી સહેલાઇથી નિશાન લઇ શકે એટલો તે મોટો છે.

શિકારી સહેલાઇથી નિશાન લઇ ન શકે એટલો તે મોટો છે.

શિકારી મહામુસીબતે નિશાન લઇ શકે એટલો તે મોટો છે.

શિકારીને નિશાન લેવાનું મન થાય એવા આકારનો તે છે.

Post a Comment

0 Comments