JNV, NMMS, PSE

TICKER

Advertisement

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા

jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 25

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.


જવાહર નવોદય વિદ્યાલય નું રીઝલ્ટ 👉 જુઓ


jawahar navodaya vidyalaya selection test in gujarati

Jawahar Navoday ane balachadi sainik school enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako. jawahar navodaya vidyalaya selection test in gujarati language


ગુજરાતી અર્થગ્રહણ (Gujarati interpretation) ફકરો – 25

શહીદ ભગતસિંહ નાના હતા ત્યારે ખુબ જ તોફાની હતા. ઘણીવાર તેઓ તેમના પિતાજી સાથે બજાર જતા. પિતાજી ખરીદી કરવામાં મશગૂલ હતા ત્યારે ભગત બાજુની દુકાનમાં તોફાન કરે, આંતક મચાવે, બધી વસ્તુ અડાઅડ કરે પણ પિતાની પ્રતિષ્ઠા જ એવી હતી કે કોઇ કાંઇ બોલે નહિ. જોકે તેમને ખબર પડે એટલે તેઓ ભગત પર ખીજાય પણ ભગતસિંહ એવા ને એવાં. એક દિવસ તો હદ થઇ ગઇ. ભગત બજારમાં ગયો અને એક દુકાનમાં જઇ એટલું તોફાન કર્યું કે પેલો દુકાનદાર ગુસ્સે થઈ ગયો. તેણે ભગતના પિતાને બોલાવીને કહયું. સમજાવો તમારા દીકરાને આ દુકાનમાં તેણે કેટલુ નુકશાન કર્યું છે.વળતરના પૈસા તમારે ચુકવવા પડશે. પિતાજીએ નુકશાનીના પૈસા ચૂકવીને કહયું કે ‘એની ભૂલની હું માફી માંગુ છું.’ ઘરે પહોચ્યાં તો પિતાજી ભગતને ખૂબ ખીજાયા ત્યારે ભગતસિંહ બોલ્યા, ‘પિતાજી આજે મારાથી જે કાંઇ થયું એના બદલામાં તમારે દુકાનવાળાની માફી માંગવી પડી'. હવેથી હું સંકલ્પ કરુ છું કે આજ પછી આવું કામ કયારેય નહીં કરુ કે જેથી તમારે માફી માંગવી પડે તમે બજારમાં નીકળો ત્યારે તોફાની બાળકના પિતા તરીકે નહીં પણ વીર ભગતસિંહના પિતા તરીકે ઓળખાશો. ભગતસિંહના પિતાજી આ સાંભળીને ખુશ થયા.

quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 25

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain




ભગતસિંહના પિતાજી શું કરવામાં મશગૂલ હોય છે?

ખરીદી

વેચાણ

વસ્તુ જોવામાં

વિચારવામાં

 

ભગત દુકાનમાં શું ન કરતાં?

તોફાન કરે.

આંતક મચાવે.

વસ્તુ અડાઅડ કરે.

શાંતિથી ઉભા રહે.

 

નુકસાન ના પૈસા કોને ચુકવવા પડયા?

ભગતને

ત્રીજી વ્યકિતને

ભગતના પિતાને

દુકાનદારને

 

હું સંકલ્પ.......તમારે માફી માંગવી પડે.' આ વાકય શું કહેવા માંગે છે?

હુ ફરીથી એવું જ કરીશ .

હવે ફરીથી એવું વર્તન કયારેય નહી કરૂ.

એવી ભૂલ જ કરીશ.

પોતાના નિર્ણય પર અડગ રહીશું નહીં.

 

ભગતસિંહના પિતા શું સાંભળીને ખુશ થયા?

ભગતની વાત

ભગતનો સંકલ્પ

ભગતના કરેલા તોફાન              

એકેય નહિ

Post a Comment

0 Comments