navoday gujarati fakara | gujarati paragraph|નવોદય માટે ગુજરાતી ફકરા-8
jawahar Navodaya Vidhyalaya enter exam std-6 mate gujarati fakara - gujarati paragraph mari website new info guru par dar vakhate nava nava fakara mukavama aavase. digital yug ma smart rite student sike temate gujarati fakara ni niche MCQ pakarna exam mujab prashn mukavama aavase.
ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો ના સાચા વિકલ્પ પસંદ કરો. તમારા જવાબો ખોટા પડે તો તેની સમજુતી ટેસ્ટ નીચે આપેલી છે. જેથી તમે ખોટુ પડવાનું કારણ સમજી શકો.
ગુજરાતી ફકરા નંબર- 8
છોકરાઓએ અને છોકરીઓએ તેમની વચ્ચે કામ વહેંચી
લીધું. અનિલ અને ઝીન્નત તેઓના ઘરેથી બે મોટા ટોપલાં લઇ આવ્યાં. બાળકોએ આજુબાજુમાં
પડેલાં કાગળના ટુકડાં, ખાલી શીશીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ વીણી
લીધી. તેમણે તે બધું ટોપલાઓમાં ભર્યું અને નજીકની કચરાપેટીમાં ખાલી કરી આવ્યા.
તેમને ખબર હતી કે રોજ એક કચરાની ટ્રક એ કચરાપેટી ખાલી કરવા આવે છે. સવારનો સમય
પૂરો થતાં સુધીમાં બગીચો ઘણો જ સાફસુથરો અને સ્વચ્છ હતો. તે દિવસથી બાળકીએ નક્કી
કર્યું કે તેમનો બગીચો સાફ અને કચરારહિત રહેવો જોઇએ. અનિલના પિતાજીએ તેમને ફૂલની
ક્યારીઓ બનાવવામા મદદ કરી. બાળકોએ તમામે પાણી સીંચવાના વારા બાંધી લીધા. જ્યારે
ફૂલો ખિલ્યા ત્યારે આસપાસના દરેક જણ ખુશ થયા.
પડોશના લોકો ખુશ થયા કારણકે
તેઓ બગીચામાં ફરી શક્યા
બગીચો કચરારહિત થયો
બગીચામાં ફૂલો ખિલ્યા.
બાળકોએ પોતે પોતાને મદદ કરી.
બાળકોએ વીણ્યાં નહિ ...
કાગળના ટુકડાં
પ્લાસ્ટિકની થેલીઓ
ખાલી શીશીઓ
કચરા પેટી
સમજુતિ- "બાળકોએ આજુબાજુમાં પડેલાં કાગળના ટુકડાં, ખાલી શીશીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ વીણી લીધી." આવુ ફકરામાં આપેલ છે.
તેઓ ટોપલા લાવ્યા ...
ફૂલો ભેગા કરવા માટે
કચરો ભેગો કરવા માટે
ખાતર લઈ જવા માટે
બિયારણ લઇ જવા માટે
સમજુતિ- "તેમણે તે બધું ટોપલાઓમાં ભર્યું અને નજીકની કચરાપેટીમાં ખાલી કરી આવ્યા." આવુ ફકરામાં આપેલ છે.
વીણવુ નો અર્થ થાય છે ...
ભેગુ કરવું
મેળવવું
લઈ જવું
સાફ કરવું
સમજુતિ- વીણવુ એટલે વીણી - વીણી ને ભેગુ કરવું
દુ:ખનો વિરોદ્વાર્થી શબ્દ ઉપરના ફકરામાં વાપરવામાં આવ્યો છે.
સાફ
ખુશ
વ્યવસ્થિત
ડાહ્યું
સમજુતિ- દુ:ખ * ખુશ

0 Comments