jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 27
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી અર્થગ્રહણ (Gujarati interpretation) ફકરો – 27
કોઈપણ વ્યક્તિ નો અભિપ્રાય આપણે ફક્ત તેનાં બહારી દેખાવ થી નથી કરી શકતા. બહારી રૂપરંગ હંમેંશા ભ્રામક હોય છે. એક વાર જોઈ લેવાથી કોઈપણ વ્યક્તિ નાં સદ્ગુણ અથવા વિશેષતાઓ જાણવી મુશ્કેલ હોય છે. કોઈ - કોઈ વાર આપણે કોઈપણ વ્યક્તિ ની તરફ તેનાં બહારી રૂપરંગ થી આકર્ષિત થઈ જઈએ છીએ. પરંતુ પાછળથી અનુભવ કરીએ છીએ કે આપણે તેને ખોટાં સમજ્યા બહારથી અનેક વસ્તુઓ આકર્ષક લાગે છે. પરંતુ હંમેંશા વસ્તુઓ એવી નથી હોતી જેવી દેખાય છે. આપણે કોઈપણ વ્યક્તિ યા વસ્તુ નાં વાસ્તવિક સ્વભાવ ને જાણવું જોઈએ.
બહારી રૂપરંગ હંમેંશા....
ભ્રામક હોય છે
સ્પષ્ટ હોય છે
મજબૂત હોય છે
સત્ય હોય છે
એકજ નજર માં શું જાણવું મુશ્કેલ છે ?
કોઈ નું નામ
કોઈ નું સરનામું
કોઈ ની આકાંક્ષા
કોઈ ના સદ્દગુણ
બહુધા આપણે કોઈ વ્યક્તિનાં .............. થી આકૃષ્ટ થઈ જઈએ છીએ.
આંતરિક દેખાવ
આકર્ષક વ્યક્તિત્વ
બહારી રૂપરંગ
માનસિક શક્તિ
'આકર્ષક' ............નો સમાનાર્થી નથી.
દેખાવડું
સુંદર
પ્રિય
બેડોળ
'વાસ્તવિક' શબ્દ ........... છે.
વિશેષણ
ક્રિયા
સંજ્ઞા
ક્રિયા વિશેષણ

0 Comments