JNV, NMMS, PSE

TICKER

Advertisement

jnv class 6 admission form | jawahar navoday registration 2023

જવાહર નવોદય વિદ્યાલય વિશે જાણીએ અને તેમાં પ્રવેશ મેળવવા માટેની માહિતી મેળવીએ | jawahar navoday registration 2023

 

શુ આપ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગયા તેનો અફસોસ છે?

શુ આપ પણ તમારા બાળકને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવા માગો છો ?

શુ તમારુ બાળક ભણવામાં તેજસ્વી છે અને હાલમાં ધોરણ – ૫  માં અભ્યાસ કરે છે ?

 

Jawahar Navodaya vidyalaya admission form- 2025


વ્હાલા મિત્રો,

આપનુ બાળક જે હાલમાં ધોરણ – ૫ માં અભ્યાસ કરે છે તેને ધોરણ – ૬ માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરેલ છે.

 

જવાહર નવોદય વિદ્યાલય વિશે જાણીએ અને તેમાં પ્રવેશ મેળવવા માટેની માહિતી મેળવીએ.

જવાહર નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો શહેરની પ્રખ્યાત સ્કૂલોને સમક્ક્ષ ઉચ્ચ ગુણવત્તાવાળુ  શિક્ષણ મફત મેળવે તે છે. જેનો અભ્યાસક્રમ સેંટ્રલ બોર્ડ(CBSE) આધારીત હોય છે. જવાહર નવોદય વિદ્યાલય ખૂબ જ સારી સવલત ધરાવતી અને  ઉચ્ચ ગુણવત્તાવાળુ  શિક્ષણ આપતી નિવાસી શાળા છે. જ્યાં રહેવા, જમવા, ગણવેશ, ચોપડીઓ, નોટબુક, તબીબી સવલત મફત આપવામાં આવે છે. તદઉપરાંત, જવાહર નવોદય વિદ્યાલયનો  હેતુ આપના બાળકને શિસ્ત અને સ્વાવલંબી બનાવવાનો છે. ગુજરાતના  દરેક જીલ્લામાં એક જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. ગુજરાતમાં કુલ ૨૬ જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. જવાહર નવોદય વિદ્યાલયનુ પરિણામ ધોરણ – ૧૦ નુ ૯૯% તથા ધોરણ – ૧૨ નુ ૯૫% જેટલુ હોય છે. 

ભાષાનુ માધ્યમ :

ધોરણ – ૬ થી ધોરણ – ૮ સુધી દરેક વિષયનું ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન હિન્દી અને અંગ્રેજી પર ખૂબ જ ધ્યાન  આપવામાં આવે છે. ત્યારબાદ ધોરણ – ૯ થી ગણિત તેમજ વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. અન્ય વિષય જેવા કે સમાજવિધા વગેરે  હિન્દી માધ્યમમાં ભણાવવામાં આવે છે.

 મહત્વની લ

 

જવાહર નવોદય પરીક્ષા માટેનું સાહિત્ય  

 

જુના પેપર માટે 👉 ક્લિક કરો

 

મોડલ પેપર માટે 👉 ક્લિક કરો

 

ગણિતના પ્રકરણ પ્રમાણે ટેસ્ટ સમજુતી સાથે ટેસ્ટ 👉 ક્લિક કરો

 

ગુજરાતી ફકરા (૪૦ થી વધુ) સાથે વિક્લપ વાળા પ્રશ્નો 👉 ક્લિક કરો

 

માનસિક યોગ્યતા પરીક્ષા (આકૃતિના પ્રશ્નો) 👉 ક્લિક કરો

 

તૈયારી માટે વિડીયો જોવા 👉 ક્લિક કરો

 

 

જવાહર નવોદય વિદ્યાલયમાં બાળક્ની દિવસ દરમ્યાનની પ્રવુત્તીઓ :

 

૫:૧૫ થી ૫:૪૫

ઉઠવુ અને બ્રશ, સૌચક્રિયા વગૈરે

૫: ૪૫ થી ૬:૧૫

કસરત  

૬:૧૫ થી ૭:૦૦

નાહવુ-ધોવુ અને મેડિકલ ચેકઅપ

૭:૦૦ થી ૭:૪૦

હાજરી અને પ્રાર્થના

૭:૪૦ થી ૮:૨૦

પિરિયડ - ૧      

૮:૨૦ થી ૮:૫૦

નાસ્તો  

૮:૫૦ થી ૧:૦૦

પિરિયડ – ૨ થી ૮ (વચ્ચે રિશેષ – ૧૦ મિનિટ)         

૧:૦૦ થી ૩:૦૦

જમવાનુ, આરામ

૩:૦૦ થી ૪:૩૦

શિક્ષકની હાજરીમાં અભ્યાસ        

૪:૩૦ થી ૫:૦૦

નાસ્તો  

૫:૦૦ થી ૬:૦૦

રમત    

૬:૦૦ થી ૬:૩૦

નાહવુ-ધોવુ અને મેડિકલ ચેકઅપ, ધ્યાન       

૬:૦૦ થી ૮:૦૦

શિક્ષકની હાજરીમાં અભ્યાસ

૮:૦૦ થી ૯:૦૦

જમવાનુ

૯:૦૦ થી ૧૦:૦૦

વાંચન  (શિક્ષકની હાજરીમાં)        

૧૦:૦૦

લાઇટ બંધ

 

વય મર્યાદા : બાળક ૧-૫-૨૦૧૨ થી ૩૧-૭-૨૦૧૪ દરમ્યાન જન્મેલુ હોવુ જોઇએ.

 

પ્રવેશ ફોર્મ :

 

ફોર્મ ઓન લાઇન ભરશે તેની લિંક👉  ક્લિક કરો

 

જરૂરી ડોક્યુમેન્ટ:

 

નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,   

વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,

વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,

આધારકાર્ડ (વિદ્યાર્થી તથા વાલી)

 

 

 

પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૬/૦૯/૨૦૨૪


 

પ્રવેશ પરિક્ષા :

દરેક જીલ્લામાં આવેલી એક જ જવાહર નવોદય વિદ્યાલયમાં દર વર્ષે ધોરણ – ૬ માં ફ્ક્ત ૮૦ બાળકોને પ્રવેશ આપવાનો હોઇ,  પ્રવેશ પરિક્ષા પાસ કરવી પડે છે.

બાળક જે જીલ્લાનુ રહેવાસી હશે તે જ જીલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળશે.

 

પ્રવેશ પરિક્ષાનો અભ્યાસક્રમ : કુલ ગુણ ૧૦૦  / સમય : ૨ કલાક

 

પ્રશ્નોનો પ્રકાર

કુલ પ્રશ્નો

કુલ ગુણ

સમય (મિનિટ)

માનસિક ક્ષમતા ટેસ્ટ

૪૦

૫૦

૬૦

ગણિત

૨૦

૨૫

૩૦     

ભાષા

૨૦

૨૫

૩૦     

 

ભાષા : ફકરા આધારિત પ્રશ્નોના જ્વાબ આપો. (ચાર ફકરા – ૨૫ માર્ક, ફકરા દીઠ ૫ પ્રશ્નના જવાબ લખો.)

          વ્યાકરણ – ૧૦ માર્કસ

 

ગણિત :  ૧ થી ૫ ધોરણને આધારિત

                    સામાન્ય ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી

                    દશાંશ સંખ્યા, દશાંશ ગુણાકાર, દશાંશ ભાગાકાર, દશાંશ સરવાળા, દશાંશ બાદબાકી

                    અવયવીકરણ, લ.સા.અ., ગુ.સા.અ.,

                    સાદુ વ્યાજ, નફો-ખોટ, ક્ષેત્રફળ, ઘનફળ વગેરે

 

 માનસિક ક્ષમતા ટેસ્ટ :

 

દા.ત. નીચેની વસ્તુઓમાં કઇ વસ્તુ અલગ પ્રકારની  છે ?

 

નીચેની વસ્તુઓમાં કઇ વસ્તુ અલગ પ્રકારની  છે ?

 

પ્રવેશ પરિક્ષા પાસ કરવા ઉપરોક્ત અભ્યાસક્રમ મુજબ સખત તૈયારી કરવી પડે છે.

અનામતની જોગવાઇ :

 

ગ્રામ્ય વિસ્તારના બાળકો : ૭૫%

શહેરી વિસ્તારના બાળકો : ૨૫%

કન્યાઓ : ૩૩%

અનુસુચિત જાતી  (SC)  : ૧૫%

અનુસુચિત જન જાતી  (ST) : ૭.૫%

અપંગ : ૩%

 

અમદાવાદથી નજીક આવેલી જવાહર નવોદય વિદ્યાલય :

 

બાળક જે જીલ્લાનુ રહેવાસી હશે તે જ જીલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળશે.

૧. સમેત્રી, દહેગામ , જી-ગાંધીનગર

૨. કઠ્લાલ , જી- ખેડા

૩. વડનગર, જી-મહેસાણા

૪. ધનસુર, જી-સાબરકાંઠા

૫. લણવા , જી-પાટણ

૬. દાંતીવાડા, જી-બનાસકાંઠા

 

પ્રવેશ પરિક્ષાની તૈયારી કેવી રીતે કરશો ?

 

પ્રવેશ પરિક્ષા, તારીખ  ૨૦/૦૧/૨૦૨૪ ના રોજ હોવાથી આપની પાસે તૈયારી કરાવવા પૂરતો સમય છે. પ્રવેશ પરિક્ષાનુ વિષય માળખુ સમજ્વુ ખૂબ જરૂરી છે. અગાઉના વર્ષના પ્રવેશ પરિક્ષાના  બે કે ત્રણ પેપર મેળવી સોલ્વ કરી શકાય.

 

જવાહર નવોદય પરીક્ષા માટેનું સાહિત્ય  

 

જુના પેપર માટે 👉 ક્લિક કરો

 

મોડલ પેપર માટે 👉 ક્લિક કરો

 

ગણિતના પ્રકરણ પ્રમાણે ટેસ્ટ સમજુતી સાથે ટેસ્ટ 👉 ક્લિક કરો

 

ગુજરાતી ફકરા (૪૦ થી વધુ) સાથે વિક્લપ વાળા પ્રશ્નો 👉 ક્લિક કરો

 

માનસિક યોગ્યતા પરીક્ષા (આકૃતિના પ્રશ્નો) 👉 ક્લિક કરો

 

તૈયારી માટે વિડીયો જોવા 👉 ક્લિક કરો

Post a Comment

0 Comments