JNV gujarati fakara | gujarati paragraph -1
jawahar Navodaya Vidhyalaya enter exam std-6 mate gujarati fakara - gujarati paragraph mari website new info guru par dar vakhate nava nava fakara mukavama aavase. digital yug ma smart rite student sike temate gujarati fakara ni niche MCQ pakarna exam mujab prashn mukavama aavase.
ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો ના સાચા વિકલ્પ પસંદ કરો. તમારા જવાબો ખોટા પડે તો તેની સમજુતી ટેસ્ટ નીચે આપેલી છે. જેથી તમે ખોટુ પડવાનું કારણ સમજી શકો.
ગુજરાતી ફકરા નંબર- 1
સાપ પેટ ઘસડીને ચાલતા (રેંગતા) પ્રાણીઓની શ્રેણીમાં આવે છે. આ સમૂહમાં મગર, ગરોળીઓ અને કાચબાંનો પણ સમાવેશ કરવામાં આવે છે. સાપ વનો, રણ પ્રદેશો અને તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે. તેઓ વર્ષ દરમ્યાન બરફ થી છવાએલા સ્થળો માં જીવી નથી શક્તા. સાપની નજર (દૃષ્ટિ) ઘણીજ નબળી હોય છે. ઈજા (નુકશાન) થી બચવા અને ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિઓ નો ઉપયોગ કરે છે. કેટલાંક સાપ પોતાનાં નાકથી સૂંઘે છે. પરંતુ ઘણાંખરાં તેઓ જીભથી સૂંઘે છે. સાપનું શરીર કોશિકાઓની પરતોથી બનેલા કાંચળી જેવાં ભીંગડાંઓથી ઢંકાએલુ રહે છે. વર્ષ માં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડી નું ઉપરનાં (ઉપરોકત) આવરણ છોડી દે છે. તેની નીચેની કોશિકાઓ તરતજ ઉપરનાં આવરણ નું નિર્માણ કરે છે જે સાપ ની સુરક્ષા કરે છે.

0 Comments