Sainik School Model paper | સૈનિક સ્કુલ પ્રવેશ મોડલ પેપર
બાલાચડી સૈનિક શાળા પ્રવેશ તથા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષા માટે મોડલ પેપર કે પ્રેક્ટીસ પેપર ફ્રીમાં ડાઉનલોડ કરો. જેથી બાળક જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે પરીક્ષા સમયએ માનસિક રીતે તૈયાર થઇ ને સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે વિષય પ્રમાણે તૈયારી પછી તેના વધુ મહાવરા માટે નવાં – નવાં પ્રશ્નપત્રો લેવામાં આવે તો જ આપણને ખબર પડે છે. કે બાળકને કયા વિષયમાં તકલીફ છે. તે ઉપરાંત આપણે એ પણ જાણી શકીએ છીએ કે વિષયમાં કયા પ્રકરણમાં તકલીફ છે. માટે બળકને તૈયારી પછી વધુમાં વધુ મોડલ પેપર લેવા જોઇએ.
મારી વેબસાઇ પર પ્રકરણ પ્રમાણે દરેક વિભાગના પ્રશ્નોની ક્વિઝ મુકવામાં આવે છે.
ગણિત વિભાગ માટે 👉 ક્લિક હીઅર
ભાષા વિભાગ માટે 👉 ક્લિક હીઅર
મોડલ પેપર માટે 👉 ક્લિક હીઅર
બાલાચડી સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા બાબતે સુચના
આ પ્રશ્નપત્ર પુસ્તિકામાં ચાર વિભાગ છે.
વિભાગ શું પુછાય પ્રશ્નો ગુણ કુલ ગુણ
A ભાષા 25 2 50
B ગણિત 50 3 150
C સામાન્ય જ્ઞાન 25 2 50
D બૌદ્ધિક 25 2 50
કુલ પ્રશ્નો - 125
કુલ ગુણ - 300
સમય - 150 મિનિટ
સૈનિક સ્કૂલના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો 👈
ઉમેદવારોએ નીચે આપેલ 13 ભાષાઓમાંથી અરજી વખતે જે ભાષા પસંદ કરી હશે , તે એક ભાષા પસંદ કરવાની છે : આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, અને ઉર્દૂ.
જેમણે વિકલ્પના રૂપમાં અંગ્રેજી અથવા હિન્દી પસંદ કરેલ છે તેના માટે પ્રશ્નપત્ર પુસ્તિકા દ્વિભાષી હશે (એટલે કે અંગ્રેજી અને હિન્દીમાં).
જેમણે નિર્દિષ્ટ પ્રાદેશિક ભાષાઓમાંથી કોઈ એક પસંદ કરેલ હશે , તેમના માટે અરજીપત્રકમાં દર્શાવેલ ભાષા અને અંગ્રેજીમાં, દ્વિભાષી પ્રશ્નપત્ર પુસ્તિકા હશે .
વિભાગ “A” માં દરેક ભાષાના પ્રશ્નો વિશિષ્ટ છે. તે અલગ-અલગ ભાષામાં અલગ-અલગ છે. તે અંગ્રેજીમાં અનુવાદિત નથી. તમારે તમારા અરજીપત્રકમાં અને પ્રવેશપત્રમાં દર્શાવેલ ભાષામાં ઉતર આપવાના છે. તમારા દ્વારા પસંદ થયેલ વિશિષ્ટ ભાષાની આન્સર - કીના સંન્દર્ભમાં મૂલ્યાંકન થશે. જો અન્ય ભાષામાં ઉત્તર આપશો તો તમને ગુણનું નુકસાન થઈ શકે છે.
પ્રવેશ સમયે, જ્યારે નિરીક્ષક દ્વારા પ્રશ્ન પુસ્તિકા ખોલવાની સૂચના આપવામાં આવે , ત્યારે તેને ખોલીને તપાસી લો કે તમારા અરજીપત્રક અને પ્રવેશપત્રમાં દર્શાવેલ , તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ભાષામાં જ વિભાગ “A” છે. જો ના હોય તો, તરત જ નિરીક્ષકનું ધ્યાન દોરવું.
પરીક્ષામાં કોઈ પ્રશ્નના અનુવાદ / પ્રશ્નની રચનામાં વિસંગતતા / અસ્પષ્ટતા હશે તો અંગ્રેજી અનુવાદ (ભાષા વિભાગના પ્રશ્નો સિવાય) માન્ય ગણાશે.
બધા પ્રશ્નોના જવાબ ફક્ત OMR ઉત્તરપત્રમાં જ આપવાના હોય છે. તેમાં વાદળી/કાળી બોલપોઇન્ટ પેનથી વાપરી શકાય. દરેક પ્રશ્ન માટે તમારા જવાબ તરીકે ફક્ત એક જ વર્તુળને કાળું (ડાર્ક) કરો. જો તમે એકથી વધુ વર્તુળને ડાર્ક કરશો, તો તમારો ઉત્તર ખોટો ગણાશે.
ખોટા ઉત્તર માટે ઋણાત્મક ગુણાંક (નેગેટિવ માર્કિંગ) નથી.
OMR ઉત્તરપત્રમાં બિનજરૂરી નિશાનીઓ કરવી કે તેને વાળવી નહીં કે કાપકૂપ કરશો નહીં. જો તમે એવું કરશો, તો તમારા ઉત્તરપત્રનું મૂલ્યાંકન કરાશે નહીં.
પ્રશ્નપત્રમાં રફકાર્ય હેતુ આપેલ જગ્યાએ જ રફકાર્ય કરવું અને OMR ઉત્તરપત્ર પર કરવું નહીં.
તમે તમારી સાથે આ પ્રશ્નપત્ર પુસ્તિકા લઈ જઇ શકશો.
ખાતરી કરી લો કે OMR ઉત્તરપત્રના આપેલ કોડ , અને આ પ્રશ્નપત્ર પુસ્તિકાનો કોડ સમાન જ છે. તેમાં ભૂલચૂક (વિસંગતતા) જણાય તો તરત જ નિરીક્ષકને જાણ કરીને પ્રશ્નપત્ર પુસ્તિકા અને ઉત્તરપત્ર બદલાવી દો.
પ્રશ્નપત્ર પુસ્તિકા/OMR ઉત્તરપત્રમાં નિર્દેશ કરેલ સ્થાન સિવાય બીજી કોઈ પણ જગ્યાએ તમારો અનુક્રમ નંબર (રોલ નંબર) લખવો નહીં.
OMR ઉત્તરપત્રમાં કોઈ સુધારા - વધારા માટે સફેદ દ્રવ્યનો ઉપયોગ કરવો નહીં.
બાલાચડી સૈનિક શાળા પ્રવેશ મેળવવાથી થતા ફાયદા
બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. ત્યાં સ્કુલમાં સારા શિક્ષણ સાથે સાથે રમત-ગમત, નૃત્ય-સંગીત, વધુ જ્ઞાન મેળવવા લાઇબ્રેરી
શિક્ષણ સાથે સાથે સૈનિકની તાલીમ આપવામાં આવે છે.
દરેક વિષયોનાં તાલીમી શિક્ષકો ઉપલબ્ધ હોય છે.
સામાન્ય વિદ્યાલય કરતાં વિદ્યાર્થીઓ બધાજ હોશિયાર હોય છે. જેથી વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને જોઇને શીખે છે.
ત્યાં જવાહર નવોદય જેવોજ અભ્યાસ ક્રમ હોય છે પણ ફીસ લેવામાં આવે છે. કોઇ વસ્તુ ફ્રીમાં નથી. વાર્ષિક ફીસ 1,30,000/- આસપાસ હોય છે.
બાલાચડી સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા પ્રેક્ટીસ પેપર - 1
0 Comments