ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા - 9
ગુજરાતી ફકરો – 9
લેખકને ટાર્મ, મેરિયાના અને માઇકલ સાથે મિત્રતા બંધાઇ ગઇ હતી. જ્યારે લેખકને કાર્ન્ટિનેન્ટલ ટુર પર જવાનું થયું ત્યારે એમણે ટુર પર જતાં પહેલાં આ અંગ્રેજ કુટુંબને ‘ઇન્ડીયા કલબ’માં મિજબાની આપી છૂટા પડતી વખતે સૌનાં હૈયા ભારે હતાં. ‘હું પાછો આવીશ ત્યારે તારા માટે ખૂબ રમકડા લેતો આવીશ' એમ લેખકે માઇકલને જણાવ્યું. લેખકના કહેવાથી માઇકલે ટાર્મીંગન ભમરડો અને ટેડીબેર જેવા પોતાને ગમતાં રમકડાની યાદી આપી પછી ગજવામાંથી પોતાનુ અતિ પ્રિય માઉથ - ઓર્ગન કાઢીને તેણે લેખકને ભેટ આપ્યું. એના ટયુન (સુર) કેવાં મીઠાં છે એ પણ તેણે વગાડીનેસંભળાવ્યા. લેખક ગળગળા થઇ ગયા. લેખક ટુર પરથી માઇકલ માટે ખૂબ રમકડા લાવ્યા હતા.
નીચેનામાંથી લેખકને કોની સાથે મિત્રતા નથી?
ટાર્મ
માઈકલ
મેરિયાના
માઉન્ટ બેટન
લેખકને કયાં
ટુરમાં જવાનું હતું?
કાર્ન્ટિનેન્ટલ
અમેરિકા
આફ્રિકા
ઈંગ્લેન્ડ
અંગ્રેજ
કુટુંબને લેખકે કયાં સ્થળે મિજબાની આપી હતી?
કાર્ન્ટિનેન્ટલ
ઇન્ડિયા ગેટ
ઇન્ડિયા કલબ
કોચરબ આશ્રમ
માઇકલે લેખકને
તેની અતિ પ્રિય કઇ વસ્તું ભેટમાં આપી?
ટેડીબેર
માઉથ - ઓર્ગન
ટોમીગન
માઉથબ્રસ
'ગજવું' શબ્દનો
સમાનાર્થી શબ્દ શું થાય?
કવર
પાકીટ
ખીસ્સું
બોકસ

0 Comments