ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા-13
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતી પાસે એક માણસ આવ્યો અને તેણે એક પાન ભેટ આપ્યું. સ્વામીજીએ સહજ ભાવે એ ખાઇ લીધું તેમણે તે માણસને કાંઇ કહ્યું તો નહિ, પણ પાનના સ્વાદ પરથી તેમને લાગ્યુ કે આમાં ચોક્કસ વિષ હશે. ખરેખર તેમા વિષ જ હતું. તેની કોઇ પ્રતિક્રિયા થાય તે પહેલા જ તેષો બહાર ગયા પાન થુકી નાખ્યું અને ગંગામાં ડૂબકી લગાવીને યોગક્રિયા કરીને પાછા આવી ગયા. વિષની કોઇ અસર તેમને ન થઇ એ વાત છૂપી ન રહી. તેમનો એક ભક્ત મામલતદાર હતો. તેણે પેલા માણસને પકડીને જેલમાં પૂરી દીધો. સ્વામીજીએ તેના પ્રત્યે નારાજગી દર્શાવી . અને કહ્યું, “તમે મારા લીધે એક માણસને જેલમાં નાખી દીધો, હું તો બધાને મુક્ત કરવા આવ્યો છું. તમે મારા કારણે લોકોને બંધનમાં નાખી રહ્યા છો. આ મારા આદર્શોની વિરુદ્ધ છે.” એ મામલતદાર ભક્ત તો એમ વિચારીને આવ્યો હતો કે સ્વામીજી પ્રસન્ન થશે, પણ તેમની ક્ષમાશીલતા તથા આધ્યાત્મિક વ્યક્તિત્વ જોઇને ધન્ય થઇ ગયો. તેમના ચરણોમા પડીને ક્ષમા માગી અને પેલા માણસને મુક્ત કરી દીધો.
“મહર્ષિ દયાનંદ સરસ્વતી
પાસે એક માણસ આવ્યો અને તેણે એક પાન ભેટ આપ્યું” અહિ “તેણે” શબ્દ કોના માટે
પ્રયોજાયો છે?
મહર્ષિ દયાનંદ સરસ્વતી
એક માણસ
પાન
ગંગા નદી
"વિષ" નો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી ક્યો છે?
અમૃત
રસ
ઝેર
વિષ્ણુ
“તેની કોઇ પ્રતિક્રિયા
થાય તે પહેલા જ ......" આ વાક્યનો અર્થ-
મહર્ષિ દયાનંદજી માણસને ઠપકો આપે
પેલો માણસ મહર્ષિને ઠપકો આપે
ઝેરની આડ અસર તેના શરીર પર થાય તે તો પહેલા
મહર્ષિ તે માણસને એક થપ્પડ મારે
ઝેર સામે રક્ષણ માટે મહર્ષિએ આ ફકરામાં કઇ પ્રયુક્તિ કરી છે?
પાણીમાં ડૂબકી મારી
ગંગા નદીમાં સ્નાન
યોગક્રિયા કરી મારે
ગંગા નદીમાં સ્નાન અને યોગ ક્રિયા
આ ફકરામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ક્યો ગુણ જોવા મળે છે?
ઇર્ષ્યા
ક્ષમાવૃત્તિ
શિક્ષાવૃત્તિ
લોભ

0 Comments