navoday gujarati fakara | gujarati paragraph|નવોદય માટે ગુજરાતી ફકરા-6
jawahar Navodaya Vidhyalaya enter exam std-6 mate gujarati fakara - gujarati paragraph mari website new info guru par dar vakhate nava nava fakara mukavama aavase. digital yug ma smart rite student sike temate gujarati fakara ni niche MCQ pakarna exam mujab prashn mukavama aavase.
ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો ના સાચા વિકલ્પ પસંદ કરો. તમારા જવાબો ખોટા પડે તો તેની સમજુતી ટેસ્ટ નીચે આપેલી છે. જેથી તમે ખોટુ પડવાનું કારણ સમજી શકો.
ગુજરાતી ફકરા નંબર- 6
ચીલી અને આર્જેન્ટીના વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઇ ગયું ને ફરી એવો સંધર્ષ ના
થાય માટે બંને દેશની સરહદ પર પ્રભુ ઇસુનું પૂતળું મુકવામાં આવ્યું. એક વાર એક
વિઘ્નસંતોષીએ કહ્યું: "ઇસુની પીઠ ચીલી તરફ છે જે ચીલીઓનું ઘોર અપમાન છે. પીઠ
ચીલી તરફ છે, એનો એ મતલબ થયો કે ચીલીને આશીર્વાદ મળી શકે
તેમ નથી. ચીલી પ્રભુની નજર ને લાયક નથી." આ વાતનું વતેસર થઇ ગયુંને ફરી
સંઘર્ષ ઉભો થવાની નોબત આવી ગઇ. એ ટાણે ચીલીના હોશિયાર પત્રકારે જે લખ્યું તેણે આખી
વાત ફેરવી નાખી. એણે લખ્યુંકે, આર્જેન્ટીના ના લોકો ઇસુ પર વિશ્વાસ ધરાવતા
નથી તેથી તેમના પર નજર રાખવા ઇસુનું મુખ એ તરફ રાખવામાં આવ્યું છે.
ચીલી અને
આર્જેન્ટીના વચ્ચે ફરી યુધ્ધની સ્થિતિ ઉભી ન થાય તે માટે શું કર્યુ?
બંને દેશની
સરહદ અલગ કરાઇ.
બંને દેશની
સરહદ પર પ્રભુ ઇસુનું પૂતળું મુકાયું.
બંને દેશની
સરદહદ પર સૈનીકો ગોઠવાયા.
બંને દેશને યુધ્ધ માટે સહાય આપવામાં આવી.
સમજુતિ- " ફરી એવો સંધર્ષ ના થાય માટે બંને દેશની સરહદ પર પ્રભુ ઇસુનું પૂતળું મુકવામાં આવ્યું. " આવુ ફકરામાં આપેલ છે.
ઇસુની પીઠ
ચીલી તરફ છે તે કઇ બાબતનો સંકેત કરે છે?
ચીલીઓ પ્રત્યે
માન છે
ચીલીઓ
પ્રત્યેનો સંધર્ષ
ચીલીઓનું ઘોર
અપમાન
ચીલીઓ પ્રત્યે
નિરાશા
સમજુતિ- " એક વાર એક વિઘ્નસંતોષીએ કહ્યું: "ઇસુની પીઠ ચીલી તરફ છે જે ચીલીઓનું ઘોર અપમાન છે. " આવુ ફકરામાં આપેલ છે.
‘ફરી સંઘર્ષ ઉભો થવાની નોબત આવી ગઇ’ નો અર્થ-
ફરીવાર યુધ્ધ
થવાની શકયતા વધી ગઇ.
ફરીવાર કયારેય
યુધ્ધ ન થાય તે સ્થિતિ.
ફરીવાર
યુધ્ધના મેદાનમાં ન જવાની સ્થિતિ છે.
ફરીવાર
સમાધાનની સ્થિતિ ઉભી થઇ.
સમજુતિ- "ફરી સંઘર્ષ ઉભો થવાની નોબત આવી ગઇ એટલે યુદ્ધ થયુ નથી પણ સંભાવના વધી હતી " આવુ ફકરામાં આપેલ છે.
આર્જેન્ટીના
ના લોકો તરફ ઇસુનું મુખ રાખવા માટેનું કારણ પત્રકાર શું જણાવે છે?
ત્યાંના લોકો
ખુબ વિશ્વાસ ધરાવે છે. તેથી
ત્યાંના લોકો
ઇસુ પર વિશ્વાસ ધરાવતા નથી તેથી નજર રાખે છે.
ત્યાંના લોકો
ચોરી ન કરે તે માટે
ત્યાંના લોકો
ધર્મ ન સ્વીકારે તે માટે
સમજુતિ- "એ ટાણે ચીલીના હોશિયાર પત્રકારે જે લખ્યું તેણે આખી વાત ફેરવી નાખી. એણે લખ્યુંકે, આર્જેન્ટીના ના લોકો ઇસુ પર વિશ્વાસ ધરાવતા નથી તેથી તેમના પર નજર રાખવા ઇસુનું મુખ એ તરફ રાખવામાં આવ્યું છે. " આવુ ફકરામાં આપેલ છે.
કોણે ઇસુના
પુતળાની બાબતનો સંધર્ષને સાવ બદલીજ નાખ્યોં ?
ચીલીના લોકોએ
ત્યાંના લેખકે
આર્જેન્ટીના
ના લોકોએ
હોશિયાર
પત્રકાર
સમજુતિ- "એ ટાણે ચીલીના હોશિયાર પત્રકારે જે લખ્યું તેણે આખી વાત ફેરવી નાખી. એણે લખ્યુંકે, આર્જેન્ટીના ના લોકો ઇસુ પર વિશ્વાસ ધરાવતા નથી તેથી તેમના પર નજર રાખવા ઇસુનું મુખ એ તરફ રાખવામાં આવ્યું છે. " આવુ ફકરામાં આપેલ છે.

0 Comments