jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 23
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી અર્થગ્રહણ (Gujarati interpretation) ફકરો – 23
સાંજના સાત થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા
મીલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહયા હતા. મોટર, ગાડી, સાયકલ અને
માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો.
'એક કંગાલ પર
ઇતની રહમ કરો!
દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઉભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મે ડોકુ જરાક ખેંચ્યુંતો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલીવારમાં તો મને રસ્તા વચ્ચે ઉભેલો જોઇને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા.
અકસ્માતથી બચવા લેખક કેવા રસ્તા ઉપર ચાલતા હતા?
સડક પર
સાંકડી ગલી પર
રસ્તાની બાજુપ૨
રસ્તાની વચ્ચે
કંગાળ એટલે શું?
ગરીબ
બેકાર
ધનવાન
હોશિયાર
વાહનો અને માણસોના ઠઠારાથી બજાર કેવું હતું?
ખાલીખમ
સુંદર
ઠસોઠસ ભરેલું
એકપણ નહિ
લેખકને કોના પર દયા આવી?
ગરીબ સ્ત્રી
માણસો
પ્રાણીઓ
અસ્માત પામેલા માણસો ઉપર
આ ફકરાને યોગ્ય શીર્ષક શું આપી શકાય?
કંગાળ સ્ત્રી
માણસની નિર્દયતા
આજનો યુગ

0 Comments