JNV gujarati quiz | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 18
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી ફકરો – 18
રશિયાના મહાન ગાયક ઇગારે સ્ટ્રેવિન્સ્કીએ પેરિસના છાપામાં સંગીતના જલ્સાની જાહેરાત કરી અને લોકો કીડીયારાની જેમ ઉભરાયા, થિયેટરની અંદર અને બહાર પગ મૂકવા જેટલી જગ્યા ન રહી. બરાબર સમયે સ્ટ્રેવિન્સ્કી સ્ટેજ પર હાજર થયા અને હસતાં હસતાં બોલ્યાં: ‘મિત્રો યાદ છે, 1813 ના વર્ષમાં મેં ની 29મી તારીખે તમે મારા પહેલા જલ્સા વખતે મને પથ્થર મારી ભગાડેલો? હું તમને ફુલ મારી ભગાડું છું. તમે સૌ જાણો જ છો કે આજે પહેલી એપ્રિલ છે! વારુ, તો ફરી કયારેક મળીશુ. આવજો. તસ્દી માટે આભાર!' આટલું કહી નાટકીય ઢબે' સ્ટ્રેવિસ્કી રંગભૂમિ પરથી અર્દશ્ય થઇ ગયા.
કોણે એપ્રિલફૂલ બનાવ્યાં?
રશિયાના લોકોએ
રશિયાના ગાયકે
મિત્રોએ
રશિયાના ગાયક
ઇગારેએ
થિયેટરનો સમાનાર્થી શબ્દ
સરકસ
નાટક
સિનેમા
તખ્તો
ઈગારે એ સૌથી પહેલો કાર્યક્રમ કયારે આપ્યો?
મે માસમાં
તા.29-5-1814
તા.13-5-89
તા.29-5-13
‘લોકો કીડીયારાની જેમ
ઉભરાયા' એ ઇગારેનું કર્યું પાસું બતાવે છે?
લોકપ્રિય નાટયકાર
નટખટ માણસ
લોકલાડીલો ગાયક
મહાન માણસ
એપ્રિલ માસમાં સ્ટ્રેવિલ્સ્કી કઇ રીતે સ્ટેજ ઉપર આવ્યા?
હસતાં - હસતાં
ભાગીને
નાટકીય ઢબે
ભયથી બીતાં – બીતાં

0 Comments