JNV, NMMS, PSE

TICKER

Advertisement

social science std-7 sem-2 exam material

સામાજિક વિજ્ઞાન ધોરણ-7 બીજા સત્રની પરીક્ષાનું મટેરીયલ બ્લુપ્રિન્ટ મુજબ

social science std-7 sem-2 exam material









પ્રશ્ન 1.  નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો : 


1. ભારતમાં આદિવાસી જાતિઓને 'અનુસુચિત જાતિઓ' તરીકે ઓળખવામાં આવે છે.


ખોટું


2. દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.


ખરું


3. જનજાતિના સભ્યોના જીવન પર જંગલ અને પ્રકૃતિની ગાઢ અસર હતી.


ખરું


4. જનજાતિના સભ્યોનાં ઘરો આધુનિક સંસાધનોથી બનેલાં હતાં.


ખરું


5. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત પ્રવર્તતો હતો.


ખરું


6. જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી.


ખરું


7. જનજાતીય સમાજ પોતાની જરૂરિયાતો માટે સ્વાવલંબી હતો.


ખરું


8. જનજાતિના લોકોની માહિતી લેખિત દસ્તાવેજોમાં મળતી નથી.


ખરું


9. આદિવાસી સમૂહ પોતાના જીવનનિર્વાહ માટે ખેતી, પશુપાલન, વન્યપેદાશો અને કલા-કૌશલ પર નિર્ભર હતો.


ખરું


10. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરૂષો ધોતિયું, ખમીસ અને કાળી બડી પહેરે છે.


ખોટું


11. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું કે લેંઘો અને પહેરણ પહેરે છે.


ખરું


12. ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ઝૂલડી પહેરતી હતી.


ખરું


13. વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્નપ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે.


ખોટું


14. આદિવાસી સમૂહ નૃત્યો-વાઘોનો પ્રેમી અને સંવર્ધક છે.


ખોટું


15. દરેક જનજાતિમાં તેના સમાજનું પંચ તેમની પરંપરા જાળવવાનું કામ કરે છે.


ખરું


16. અર્થવ્યવસ્થા બદલાતાં અને સમાજની જરૂરિયાતો વધતાં નવાં કલા-કૌશલો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ.


ખરું


17. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનને લીધે વર્ણને બદલે વિશિષ્ટ કૌશલ ધરાવતો સમૂહ સમાજના સંગઠનનો આધાર બન્યો.


ખોટું


18. ભારતના માત્ર દક્ષિણ ભાગમાં જનજાતિની વસ્તી જોવા મળે છે.


ખોટું


19. 13મી - 14મી સદી દરમિયાન મધ્ય પ્રદેશમાં ખોખર અને ખખ્ખર જનજાતિઓ રહેતી હતી.


ખોટું


20. મરાઠાઓ પહેલાં મુલતાન અને સિંધમાં લંધા અને અરઘુન જનજાતિઓનું આધિપત્ય હતું.


ખોટું


21. અકબરે કમાલખાં અરધુનને મનસબદાર બનાવ્યો હતો.


ખોટું


22. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી.


ખરું


23. પશ્ચિમ સિમાલયમાં મુખ્યત્વે ગહી ગારિયો જનજાતિ રહેતી


ખરું


24. હાલના પિતાર અને છત્તીસગઢના વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું પ્રભુત્વ તનું.


ખોટું


25. ઈ. સ. 1775માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર- જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી.


ખોટું.


26. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેરજાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી.


ખરું


27. મુંડા અને સંથાલ જનજાતિઓ દક્ષિણ ભારતમાં રહેતી હતી.


ખોટું


28. કર્ણાટક અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોમાં કોળી, બેરાદ અને અન્ય જનજાતિઓ રહેતી હતી.


ખરું


29. ભીલ જનજાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં રહેતી મુખ્ય જનજાતિ હતી.


ખરું


30. ભીલ કુળના કેટલાક લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા enl.


ખોટું


31. ભારતના ગોંડવાના નામના વિશાળ નગર વિસ્તારમાં રહેનારી ગોંડ જનજાતિ ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે.


ખરું


32. ગોંડ જનજાતિ આર્ટ ખેતી કરતી હતી.


ખોટું


33. ગૉડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો.


ખરું


34. ગઢકટંગાના ગૉઠ રાજ્યમાં 60,000 ગામડાઓ હતાં.


ખોટું


35. ગૉડ રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું.


ખરું


36. દરેક ગઢ 84 ગામનો એક એકમ હતો, જેને ચોર્યાસી કહેવામાં આવતો.


ખરું


37. ગઢકટગાના અહોમ રાજાએ સંગ્રામસિંહની પદવી ધારણ કરી હતી.


ખોટું


38. ગઢકટંગા રાજ્યે ઘોડાઓના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું 1કતું.


ખોટું


39. તેરમી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા.


ખરું


40. અહોમ લોકોએ વણજારાઓની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી.


ખોટું


41. 17મી સદીમાં અહોમ લોકો બંદૂકો બનાવી શકતા હતા.


ખોટું


42. ઈ. સ. 1662માં અહોમ લોકો મીર જુમલાના નૈતૃત્વ હેઠળની મુઘલ સેના સામે પરાજિત થયા હતા.


ખરું


43. ગોંડ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced Labou) પર આધારિત હતું. 


ખોટું


44. જે લોકો પાસેથી રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવા. આવતું તે 'પાઈક' કહેવાતા.


ખોટું


45. સત્તરમી સદીના પ્રથમ દશકામાં અહોમ રાજ્યની વહીવા વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી.


ખરું


46. અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી.


ખોટું


47. અહોમ સમાજ કુળમાં વિભાજિત હતો.


ખરું


48. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ (પ્રકૃતિ- દેવતાઓ)ને માનતા નહોતા.


ખોટું


49. અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપ-


ખરું


50. અહોમ રાજા ચેતસિંહના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન હતો.


ખોટું


51. અહોમ સમાજ ખૂબ પછાત સમાજ હતો.


ખોટું

2. નીચે આપેલા બંધબેસતાં જોડકાં જોડો

1.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ઈ. સ. 1857(1) વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેનો અહેવાલ (રિપોર્ટ)
(2) ઈ. સ. 1871(2) વિચરતી અને વિમુક્ત જાતિઓ અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત થયા.
(3) ઈ. સ. 1952(3) વણજારાઓનો વિમુક્ત જાતિઓમાં સમાવેશ
(4) ઈ. સ. 2008(4) ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ
(5) પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (વિપ્લવ)

ઉત્તરઃ

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ઈ. સ. 1857(5) પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (વિપ્લવ)
(2) ઈ. સ. 1871(4) ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ
(3) ઈ. સ. 1952(2) વિચરતી અને વિમુક્ત જાતિઓ અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત થયા.
(4) ઈ. સ. 2008(1) વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેનો અહેવાલ (રિપોર્ટ)

2.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર(1) કચ્છના માલધારીઓ
(2) ભારત અને વિશ્વની કડીરૂપ(2) મદારી
(3) ઉનાળામાં સ્થળાંતર કરનાર(3) નટ કે બજાણિયા
(4) દોરડાં ઉપર કરતબ કરનાર(4) દેવીપૂજક
(5) વણજારા

ઉત્તર:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર(4) દેવીપૂજક
(2) ભારત અને વિશ્વની કડીરૂપ(5) વણજારા
(3) ઉનાળામાં સ્થળાંતર કરનાર(1) કચ્છના માલધારીઓ
(4) દોરડાં ઉપર કરતબ કરનાર(3) નટ કે બજાણિયા


3.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે.(1) વણજારા
(2) વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ(2) માલધારીઓ
(3) વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર(3) દેવીપૂજક
(4) સૌંદર્ય પ્રસાધનો વેચનાર(4) નટ કે બજાણિયા
(5) કાંગસિયા

ઉત્તરઃ

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે.(3) દેવીપૂજક
(2) વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ(1) વણજારા
(3) વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર(4) નટ કે બજાણિયા
(4) સૌંદર્ય પ્રસાધનો વેચનાર(5) કાંગસિયા

3. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ભક્તિ અને સૂફી-આંદોલને ………………… સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો.
ઉત્તર:
હિંદુ-મુસ્લિમ

2. સંતો અને ફકીરો …………………….. સમાનતાના પક્ષકાર હતા.
ઉત્તર:
સામાજિક

૩. મોટા ભાગના સંતો …………………….. હતા.
ઉત્તર:
નિર્ગુણવાદી

4. તમામ સંતો મૂર્તિપૂજા અને …………………… ના વિરોધી હતા.
ઉત્તર:
ક્રિયાકાંડ

5. સંતોએ લોકભાષામાં રચેલા સાહિત્યે સમાજમાં ……………………. નો ફેલાવો કર્યો.
ઉત્તર:
ઐક્યવાદ

6. બધા ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે ………………………….
ઉત્તર:
અનુરાગ

7. અલવાર સંતો ………………………… હતા, જ્યારે નયનાર સંતો …………………….. હતા.
ઉત્તર:
વૈષ્ણવ, શેવ

8. ભક્તિમાર્ગના અનુયાયીઓ ……………………….. માં માનતા હતા.
ઉત્તર:
એકેશ્વરવાદ

9. ભક્તિ આંદોલનની શરૂઆત ………………………. થી થયેલી મનાય છે.
ઉત્તર:
રામાનુજાચાર્ય

10. શંકરાચાર્યનું જન્મસ્થળ ………………………… હતું.
ઉત્તરઃ
કાલડી

11. શંકરાચાર્યના પિતાનું નામ ……………………… હતું.
ઉત્તર:
શિવગુરુ

12. શંકરાચાર્યની માતાનું નામ …………………………. હતું.
ઉત્તર:
અંબાબાઈ (આઈમ્બા)

13. રામાનુજાચાર્યનું જન્મસ્થળ …………………………. હતું.
ઉત્તર:
પેરૂમલતૂર

14. રામાનુજાચાર્યના પિતાનું નામ …………………………. હતું.
ઉત્તર:
કેશવ

15. રામાનુજાચાર્યની માતાનું નામ ……………………… હતું.
ઉત્તર:
કાન્તિમતિ

16. ……………………….. એ કૃષ્ણભક્તિનાં ગીતો રચીને બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.
ઉત્તર:
ચૈતન્ય મહાપ્રભુ

17. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ‘……………………’ નો મંત્ર ગુંજતો કર્યો હતો.
ઉત્તર:
હરિબોલ

18. …………………… એકેશ્વર પરંપરાના મહાન સંત હતા.
ઉત્તર:
કબીર

19. સંત કબીર વ્યવસાયે ……………………… હતા.
ઉત્તર:
વણકર

20. ‘…………………………’ એ સંત કબીરનો કાવ્યસંગ્રહ છે.
ઉત્તર:
બીજક

21. ‘ગુરુ ગ્રંથસાહિબ’માં ………………………. ની કવિતાઓનો સમાવેશ થયેલો છે.
ઉત્તર:
કબીર

22. સંત …………………….. કબીરના ગુરુભાઈ હતા.
ઉત્તર:
રૈદાસ

23. ……………………….. શીખ ધર્મના સ્થાપક છે.
ઉત્તર:
ગુરુ નાનક

24. ગુરુ નાનક …………………… શાખાના સંત હતા.
ઉત્તર:
નિર્ગુણ

25. ……………………. ના શિષ્યો શીખ કહેવાતા.
ઉત્તર:
ગુરુ નાનક

26. …………………….. યુવાનીમાં જ સાધુ બન્યા હતા.
ઉત્તર:
તુલસીદાસ

27. તુલસીદાસનો ‘……………………..’ નામનો ગ્રંથ ભારતીય સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે.
ઉત્તર:
રામચરિતમાનસ

28. …………………… ગુજરાતી ભાષાના આદિકવિ છે.
ઉત્તર:
નરસિંહ મહેતા

29. ‘વૈષ્ણવજન તો તેને કહીએ ……’ એ …………………….. નું ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે.
ઉત્તર:
નરસિંહ મહેતા

30. નરસિંહ મહેતાએ ……………………. અને …………………. નો વિરોધ કર્યો હતો.
ઉત્તર:
છૂતાછૂત, જ્ઞાતિભેદ

31. નરસિંહ મહેતાનાં પદો ‘…………………..’ તરીકે જાણીતાં છે.
ઉત્તર:
પ્રભાતિયાં

32. મીરાંબાઈ નાનપણથી જ ……………………… હતાં.
ઉત્તર:
કૃષ્ણભક્ત

33. મીરાંબાઈ શ્રીકૃષ્ણને …………………….. ના રૂપમાં પૂજતાં હતાં.
ઉત્તર:
ગિરિધરગોપાલ

34 મીરાંબાઈ એક ભક્ત …………………… હતાં.
ઉત્તર:
કવયિત્રી

35. સંત સૂરદાસ ………………….. ના શિષ્ય હતા.
ઉત્તર:
વલ્લભાચાર્ય

36. સંત ………………………. વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં.
ઉત્તર:
સૂરદાસે

37. પંઢરપુરનું ……………………….. મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
ઉત્તર:
વિઠોબા

38. …………………….. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
ઉત્તર:
જ્ઞાનેશ્વરે

૩9. સંત જ્ઞાનેશ્વરે ફક્ત 15 વર્ષની ઉંમરે ભગવદ્ગીતા પરની ટીકા ‘…………………….’ લખી હતી.
ઉત્તર:
જ્ઞાનેશ્વરી

40. સંત ……………………… ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કરતા હતા.
ઉત્તર:
એકનાથ

41. તુકારામ મહારાષ્ટ્રના …………………………. હતા.
ઉત્તર:
સંતકવિ

42. સંતકવિ તુકારામે રચેલાં ‘………………………..’ ખૂબ જ જાણીતાં છે.
ઉત્તર:
અભંગો

43. સમર્થ ગુરુ ………………………… શિવાજીના ગુરુ હતા.
ઉત્તર:
રામદાસ

44. લોકોને ઉપદેશ આપવા સમર્થ ગુરુ રામદાસે ‘…………………………’ નામનો ગ્રંથ રચ્યો હતો.
ઉત્તર:
દાસબોધ

45. પ્રાચીનકાળથી જ ભારત વિભિન્ન ……………………… નું મિલનસ્થળ રહ્યું છે.
ઉત્તર:
સંસ્કૃતિઓ

46. ………………… શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે.
ઉત્તર:
સૂફી

47. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ……………………… પરંપરાઓ હતી.
ઉત્તર:
ચાર

48. ………………………. અજમેરમાં ચિતી પરંપરાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
મોઇનુદ્દીન ચિશ્તીએ

49. ……………………… દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત હતા.
ઉત્તર:
શેખ બુરહાનુદીન

50. બગદાદના ……………………… સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
શિયાબુદ્દીન સુહરાવર્દીએ

51. સાધુસંતો અને ……………………. ના પ્રયત્નોથી ધર્મ-ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા.
ઉત્તર:
ચિશ્તી સંતો

52. ……………………… જેવા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો.
ઉત્તર:
કબીર

53. ગ્વાલિયરના …………………….. વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા.
ઉત્તર:
સૈયદ મુહમ્મદ છૌસ

54. ………………….. હિંદુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ – વિધિઓ અપનાવી હતી.
ઉત્તર:
સૂફીઓએ

55. ભારત દેશ અનેક ………………….. અને ધર્મોનો આશ્રયસ્થાન રહ્યો છે.
ઉત્તર:
સંસ્કૃતિઓ

56. …………………………. એ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ છે.
ઉત્તર:
ગુરુ ગ્રંથ સાહિબ

4. મને ઓળખો.

1. મે બંગાળમાં કૃષ્ણ ભક્તિનાં પદો રચીને 'હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો..................
ઉત્તર:
ચૈતન્યમહાપ્રભુ

2. મારાં પદો અને પ્રભાતિયાં ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે.....................
ઉત્તર:
નરસિંહ મેહતા 

3. મેં વ્રજમાં રહીને શ્રી કૃષ્ણનાં પદો રચ્યાં હતાં.................
ઉત્તર:
સંત સૂરદાસ

4. મારા અભંગો મહારાષ્ટ્રમાં ખૂબજ જાણીતા છે.................
ઉત્તર:
તુકરામ 

5. હું વિંધ્યાંચળનાં એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યો હતો..............
ઉત્તર:
સૈયદ મુહમ્મદ છૌસ

6. મારા ગુરુ સમર્થ રામદાસ હતા...................
ઉત્તર:
શિવાજી મહરાજ

7. હું મહારાષ્ટ્રમાં ભક્તિ-આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું................
ઉત્તર:
પંઠરપુરનું વિનોબા મંદિર 

8. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો....................
ઉત્તર:
મોઈનૌદ્દીન ચિશ્તી 

5. નકશા પૂર્તિ  કરો.

સિંધુ નદી, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, કચ્છનું રણ, બન્ની વિસ્તાર, નળ સરોવર, એક શિંગી ગેંડો

ભારતનો નકશો


5. બંધબેસતાં જોડકાં જોડોઃ

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ(1) સુષ્મા સ્વરાજ
(2) ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન(2) શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ
(3) ભારતનાં પ્રથમ મહિલા વિદેશમંત્રી(3) કલ્પના ચાવલા
(4) ભારતીય મૂળનાં મહિલા અવકાશયાત્રી(4) શ્રીમતી ઇન્દિરા ગાંધી
(5) સુનીતા ચાવલા

ઉત્તર:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ(2) શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ
(2) ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન(4) શ્રીમતી ઇન્દિરા ગાંધી
(3) ભારતનાં પ્રથમ મહિલા વિદેશમંત્રી(1) સુષ્મા સ્વરાજ
(4) ભારતીય મૂળનાં મહિલા અવકાશયાત્રી(3) કલ્પના ચાવલા

6. ચિત્ર પરથી મને ઓળખો.
પ્રખ્યાત મહિલાઓ










👌new info guru👌




7. નીચે પ્રશ્નોના એક-બે વાક્યમાં જવાબ આપો 


1. પાળિયા અને સતીના પાળિયા કોને કહેવામાં આવે છે?

ઉત્તરઃ
દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા’ કહેવામાં આવે છે.

જે સ્ત્રીઓએ જૌહર કર્યું હોય કે જે સ્ત્રી સતી થઈ હોય તો તેમના બનાવવામાં આવતા પાળિયાને ‘સતીના પાળિયા’ કહેવામાં આવે છે.

2. મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે? કયા કયા?

ઉત્તરઃ
મંદિરની સ્થાપત્ય શૈલીના ત્રણ પ્રકાર છેઃ

  1. નાગર શેલી
  2. દ્રવિડ શૈલી અને
  3. વેસર શેલી.

3. નાગર શૈલી ક્યા વિકાસ પામી છે. તેના ઉદાહરણ આપો?

ઉત્તર:

ઈ.સ. 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ(હિમાલય)થી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઇંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં. 

ઉદાહરણ: (1)જગન્નાથ મંદિર (પુરી) (2)કોણાર્ક (ઓડિશા) (3) સૂર્યમંદિર (મોઢેરા, ગુજરાત) 
               (4) ખજુરાહોનું મહાદેવ મંદિર (મધ્યપ્રદેશ) 


4. દ્રવિડ શૈલી ક્યા વિકાસ પામી છે. તેના ઉદાહરણ આપો?

ઉત્તરઃ

દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરલ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. 

ઉદાહરણ: (1)બૃહદેશ્વર(રાજરાજેશ્વર)નું મંદિર (તમિલનાડુ) (2)મીનાક્ષી મંદિર (મદુરાઈ) (3) મહાબલિપુરમનું રથમંદિર (તમિલનાડુ) 

5. વેસર સ્થાપત્ય શૈલી ક્યા વિકાસ પામી છે. તેના ઉદાહરણ આપો?

ઉત્તરઃ

મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર,ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. 

ઉદાહરણ: (1) હોયસળેશ્વરનું મંદિર (હલેબીડુ, કર્ણાટક) (2) ચેન્ના કેશવ મંદિર (બેલૂર, કર્ણાટક) 

8. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો:

1 ઈ. સ. 1712થી 1759 સુધી મુઘલ ગાદી પર થયેલાં પરિવર્તનોની માહિતી આપો.

ઉત્તર:
ઈ. સ. 1712માં બહાદુરશાહનું અવસાન થતાં જહાંદરશાહ મુઘલ ગાદી પર આવ્યો. ઈ. સ. 1713માં તેને ઊથલાવીને ફર્ખસિયર મુઘલ ગાદી પર બેઠો. આ સમયે મુઘલ સામ્રાજ્યમાં વર્ચસ્વ ધરાવતા બે સૈયદ ભાઈઓએ ફર્ખસિયરને પદભ્રષ્ટ કરી મહંમદશાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબા સમય સુધી શાસન કર્યું. તેના સમયમાં ઈ. સ. 1739માં ઈરાનના શાહ નાદીરશાહે ભારત પર આક્રમણ કરી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. ઈ. સ. 1759માં શાહઆલમ બીજો ગાદી પર આવ્યો. અંગ્રેજોએ તેને ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધમાં હરાવ્યો અને તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પેન્શનર બનાવી દીધો.

2. શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજિતસિંહની કામગીરી જણાવો.

અથવા 

પંજાબ કેસરી "રણજિત સિંહ"ની યુદ્ધનીતિ વિશે નોંધ લખો.

ઉત્તર:
રણજિતસિંહ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતા. તેમણે લાહોર, અમૃતસર, કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો. તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી. તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. રણજિતસિંહે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. રણજિતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈ. સ. 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું.

3. મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથા ક્યારથી શરૂ થઈ?


ઉત્તર:
ઔરંગઝેબે છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને કેદ કર્યો હતો. ઈ. સ. 1707માં ઔરંગઝેબનું અવસાન થયું. એ પછી શાહને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યો. શાહુ પુણે પાછા આવતાં તેમનાં કાકી તારાબાઈ વચ્ચે વારસાવિગ્રહ થયો. એ વખતે શાહુ સાથે સારા સંબંધો ધરાવતા બાલાજી વિશ્વનાથે વારસાવિગ્રહમાં શાહુને વિજય અપાવ્યો. આ બનાવના સમયથી મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથા શરૂ થઈ.

4. મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં કોણે પરિવર્તિત કર્યું? કેવી રીતે?

ઉત્તર:
પેશ્વા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેમણે સૌપ્રથમ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. એ પછી તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. આ રીતે પેશ્વા બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું.

5. પાણિપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું?

ઉત્તર:
પાણિપતનું ત્રીજું યુદ્ધ ઈ. સ. 1761માં થયું હતું. એ યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો હતો. મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં આઘાતથી પેશ્વા બાલાજી બાજીરાવ અવસાન પામ્યા હતા. તદુપરાંત, પાણિપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત બનેલા મરાઠાઓ નિર્બળ બનતાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો.

6.બહાદુરશાહ

ઉત્તર: ઔરંગઝેબના અવસાન પછી બહાદુરશાહ મુઘલ બાદશાહ બન્યો હતો. તેણે રાજપૂતો અને મરાઠાઓ સાથે શાંતિભર્યા સંબંધો બાંધ્યા હતા. પરંતુ તેણે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો.

7. રાજા સવાઈ જયસિંહઃ 

અથવા 

રાજા સવાઈ જયસિંહની સિદ્ધિઓ જણાવો. 

ઉત્તર: સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું.

8. છત્રપતિ શિવાજી 

ઉત્તર: છત્રપતિ શિવાજી 17મી સદીના સૌથી મહાન શાસક હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને દખ્ખણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીએ રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાકલ્યાણકારી શાસનતંત્રની રચના કરી હતી. છત્રપતિ શિવાજીએ સહિષ્ણુતા અને ઉદારતા દાખવ્યાં હતાં. તેઓ કાબેલ વહીવટકર્તા 5 અને ઉત્તમ રાજનીતિજ્ઞ હતા. તેમણે કુનેહ અને મુત્સદ્દીગીરીથી ? દખ્ખણમાં હિંદુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું.

9. બાલાજી વિશ્વનાથ 

ઉત્તર:  બાલાજી વિશ્વનાથ છત્રપતિ શાહુના અમલ દરમિયાન રાજ્યની બધી સત્તા બાલાજી વિશ્વનાથ પાસે હતી. તેમણે બધી સત્તા પોતાના હસ્તક લઈ એક રાજકર્તા તરીકે વહીવટ સંભાળ્યો હતો. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા બનીને બાલાજી વિશ્વનાથે પોતાના વારસદારો માટે પેશ્વાપદ’ વંશપરંપરાગત બનાવ્યું હતું. તેમણે મરાઠા રાજ્યનો સારો વિકાસ કર્યો હતો.

10. પેશ્વા બાજીરાવ પહેલો

અથવા 

પેશ્વા બાજીરાવ પહેલોની સિદ્ધિઓ જણાવો.

ઉત્તરઃ
પેશ્વા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેમણે સૌપ્રથમ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. એ પછી તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. આ રીતે પેશ્વા બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું.

11. બાલાજી બાજીરાવ: 

અથવા 

પાણિપતનું ત્રીજું યુદ્ધ પરિણામ અને તેની અસરો જણાવો. 

ઉત્તર:  બાજીરાવ પહેલાના અવસાન પછી ઈ. સ. 1740માં બાલાજી બાજીરાવ પેશ્વા બન્યા. તેઓ બહાદુર અને સારા વહીવટકર્તા હતા. તેમણે બંગાળથી છેક મૈસૂર સુધી વિજયો મેળવ્યા હતા. બાલાજી બાજીરાવના સમયમાં એહમદશાહ અબ્દાલી સાથે પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં મરાઠા સેન્યનો પરાજય થયો હતો. પરાજયના સમાચાર સાંભળી બાલાજી બાજીરાવને આઘાત લાગ્યો. પરિણામે તેમનું ટૂંક સમયમાં અવસાન થયું હતું.

9. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:


1. વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તરઃ
વાવાઝોડા પહેલાં –

  • વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈપૂર્વક જાણી લેવી.
  • રેડિયો પોતાની પાસે રાખવો. ચોક્કસ માહિતી માટે રેડિયો પરથી થતું પ્રસારણ સાંભળતા રહેવું.
  • જો તમે દરિયાની નજીક રહેતા હો તો દરિયાની નજીકનો નીચાણવાળો વિસ્તાર છોડીને દૂર ઊંચાણવાળી જગ્યાએ આશ્રય લેવો.
  • ખોરાકી ચીજો, સૂકો નાસ્તો, ટૉર્ચ, પીવાનું સ્વચ્છ પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરવાં.
  • ઘરમાં ગૅસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દેવાં.


2. વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તર:
વાવાઝોડા દરમિયાન –

  • વાવાઝોડાની ચેતવણી મળતાં ઘરનાં બધાં બારી-બારણાં બંધ કરવાં.
  • જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહિ.
  • જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાકિનારો વગેરેથી વાહનને દૂર ઊભું રાખવું અને તમારે વાહનમાં જ બેસી રહેવું.
  • જો તમે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાના આશ્રયસ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.
  • ઢોરઢાંખરને ખીલેથી છોડી મૂકવાં, જો તે છૂટાં હશે તો પોતાનો બચાવ કરી શકશે.
  • વીજળીના થાંભલા, મોટાં વૃક્ષો, મકાનો, જાહેરાતનાં બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું.

3. વાવાઝોડા પછી શું કરવું જોઈએ?
ઉત્તર:
વાવાઝોડા પછી –

  • વાતાવરણ ચોખ્ખું બની જાય અને પવન પણ વાતો બંધ થઈ જાય તોપણ ઘરની બહાર ખુલ્લામાં જવું નહિ. અચાનક પવન અને વરસાદ આવી શકે છે.
  • વીજળીના થાંભલા તેમજ વીજળીના છૂટા તારને અડકવું નહિ.
  • કુતૂહલવશ એકત્ર બની રાહત અને બચાવની કામગીરીમાં અવરોધ ઊભો ન કરવો.
  • બચાવતંત્ર દ્વારા સૂચના મળ્યા પછી જ પોતાના ઘેર પાછા જવું.
  • રાહત અને બચાવની કામગીરીમાં મદદ કરવી.
  • જરૂરી મદદ માટે જ સત્તાવાળાઓને ફોન કરવા. આ સિવાયની બાબતો માટે ફોન ન કરવા, કારણ કે ટેલિફોન નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવની કામગીરી અવરોધાય છે. :–


4. સુનામી પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તર:
સુનામી પહેલાં –

  • સુનામીના સમાચાર કે સૂચના સાંભળતાં જ સમુદ્રકિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું.
  • રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.
  • સમુદ્રનાં મોજાં અસાધારણ ઊંચાં ઊછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે. આથી તરત જ સમુદ્રકિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું.
  • પોતાની કીમતી અને અંગત વસ્તુઓ, સૂકો નાસ્તો, દવાઓ, પીવા માટે શુદ્ધ પાણી, ટૉર્ચ, મીણબત્તી, દીવાસળીની પેટી વગેરે . વસ્તુઓ સાથે રાખવી.


5. સુનામી દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તરઃ
સુનામી દરમિયાન –

  • ઊંચાણવાળી જગ્યામાં આશ્રય લીધો હોય, તો એ જગ્યાને છોડવી નહિ.
  • સુનામીનાં મોજાં જોવાનો પ્રયત્ન ન કરવો.
  • સરકારી તંત્ર દ્વારા મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.
  • દરિયાકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં પણ આશ્રય ન લેવો, કારણ કે સુનામીનાં વિનાશક મોજાંથી તે ધરાશયી થઈ શકે છે.


6. સુનામી પછી શું કરવું જોઈએ?
ઉત્તરઃ
સુનામી પછી –

  • રેડિયો, ટેલિવિઝન કે સોશિયલ મીડિયા પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું.
  • સૂનામીનાં મોજાં ઓસર્યા પછી, સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળ્યા પછી, ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચાં મોજાં પાછળથી આવી શકે છે.
  • પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો તેમાં પ્રવેશ કરવો નહિ.
  • ઘરમાં પાણી, ગેસ અને વીજળીનાં 3 જોડાણોમાં આવેલાં ભંગાણની જાણ જવાબદાર તંત્રને કરવી.


7. પૂર પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તરઃ
પૂર પહેલાં –

  1. સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહેવું.
  2. ઊંચા વિસ્તારોથી માહિતગાર રહેવું અને પૂર દરમિયાન પોતાની કીમતી વસ્તુઓ લઈને એ વિસ્તારમાં જતા રહેવું.
  3. સરકારી તંત્ર દ્વારા પૂર અંગેની અપાતી ચેતવણીનો ચુસ્તપણે અમલ કરવો.


8. પૂર દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તરઃ
પૂર દરમિયાન –

  • ઘરનાં ગેસ અને વીજળીનાં જોડાણો તરત જ બંધ છે કરી દેવાં.
  • તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ – વાહનમાંથી બહાર નીકળી જવું. સાત-આઠ વ્યક્તિઓનું જૂથ બનાવી, એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો.
  • ઢોરઢાંખરને ખીલેથી છોડી મૂકવાં. જો તે છૂટાં હશે તો પોતાનો બચાવ કરી શકશે.
  • બાળકોને ભૂખ્યાં ન રાખવાં.
  • રેડિયો અને મોબાઇલ ફોન અવશ્ય સાથે રાખવા.


9. પૂર પછી શું કરવું જોઈએ?
ઉત્તરઃ
પૂર પછી –

  • ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો.
  • પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને જ પીવું.
  • પૂર ઓસર્યા પછી, રસ્તાઓ ખુલ્લા થયાની જાણકારી મળ્યા પછી જ, હું સલામત સ્થળેથી બહાર નીકળવું.
  • સાપ, વીંછી કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું.


10. દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ પહેલાં –

  • ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું.
  • ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી અને તેનો પ્રચાર કરવો.
  • સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી.
  • અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન-સમારંભો પર પ્રતિબંધ મૂકવો.


11. દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ દરમિયાન –

  1. સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા ઊભી કરવી.
  2. તાકીદની જરૂરિયાત સિવાયનાં અન્ય બાંધકામો બંધ કરવાં.
  3. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવાં.


12. દુષ્કાળ પછી શું કરવું જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ પછી –

  • વિકાસકામોના ભાવિ આયોજનમાં જળસંચયના કામોને પ્રાથમિકતા આપવી.
  • અનાજના બફર સ્ટૉક માટે આયોજન કરવું.
  • બારેમાસ વહેતી નદીઓના પ્રવાહને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું. એ પાણીના સંગ્રહ માટે સમગ્ર વિસ્તારમાં નાનાં-મોટાં જળાશયો બાંધવાં.
5. નીચે પ્રશ્નોના એક-બે વાક્યમાં જવાબ આપો 

1. લડાખની વનસ્પતિ અને પ્રાણીજીવન વિશે માહિતી આપો.

ઉત્તર:
લડાખની વનસ્પતિઃ લડાખના ઠંડા રણનું વાતાવરણ શુષ્ક છે. તેથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી છે. અહીં માત્ર ટૂંકું ઘાસ થાય છે. તે પાલતુ પશુઓના ઘાસચારા માટે વપરાય છે. લડાખના ખીણ પ્રદેશમાં દેવદાર, પોપ્લર અને અખરોટનાં વૃક્ષો જોવા મળે છે.

લડાખનું પ્રાણીજીવનઃ લડાખમાં દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચૂકર, ગ્રેડલા, સ્નો પાર્ટરીચ (બરફનું તેતર), તિબેટિયન સ્નૉકૉક, રેવન અને હપ વગેરે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, માર્બોટ (મોટી ખિસકોલી), ગેરુઆ રંગનું રીંછ, હિમાલિયન તા વગેરે જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા લોકો જંગલી બકરી, ઘેટાં અને યાક જેવાં પશુઓ પાળે છે. તેઓ યાકના દૂધમાંથી પનીર બનાવે છે. તેઓ યાકના ઊનમાંથી ગરમ કપડાં બનાવે છે.

2. કચ્છના રણની વનસ્પતિ અને પ્રાણીઓ વિશે માહિતી આપો.

ઉત્તર :
વનસ્પતિઃ કચ્છના રણમાં ઘાસનો બન્ની વિસ્તાર આવેલો છે. અહીં નાનું-મોટું ઘાસ અને કાંટાળા ઝાંખરાં જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે રણના કિનારે ગાંડા બાવળનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે.

પ્રાણીઓ કચ્છના રણમાં ઘુડખર (જંગલી ગધેડાં), નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ઘુડખર દુનિયામાં માત્ર કચ્છના નાના રણના કાંઠે અથવા રણબેટોમાં જ જોવા મળે છે. કચ્છના મોટા રણમાં સુરખાબ (ફ્લેમિંગો) જોવા મળે છે. તે ગુજરાતનું રાજ્યપક્ષી છે. આ ઉપરાંત, કચ્છના રણમાં લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ પક્ષી (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) લુપ્ત થવાના આરે છે.


Post a Comment

0 Comments