JNV, NMMS, PSE

TICKER

Advertisement

LTC INFORMATION | LTC FROM | LTC FULL FORM | Leave Travel Concession

LTC INFORMATION 


    Leave Travel Concession | leave travel concession Gujarat |LTC Gujarat Rules |Is Leave Travel Concession Taxable |Leave Travel Concession In gujarati |Leave Travel Concession Bill |Leave Travel Concession Meaning | Leave Travel Concession Form | Leave Travel Concession Meaning In gujarati | Leave Travel Concession Rules | Leave Travel Concession After Retirement |Leave Travel Allowance Application Format.


LTC INFORMATION


Leave Travel Concession (LTC) એ ભારત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે આપવામાં આવતો મુસાફરી ભથ્થું છે. તે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ભારતભરના સ્થળોએ મુસાફરી માટે નાણાકીય રાહત પૂરી પાડે છે.

LTCના મુખ્ય નિયમો:

1. પાત્રતા:

કેન્દ્રીય અને કેટલીક રાજ્ય સરકારના કર્મચારીઓ

કેટલાક PSU (Public Sector Undertaking) કર્મચારીઓ


2. LTC Claim કેવી રીતે કરવો?

અગાઉથી મંજૂરી મેળવવી

મુસાફરી ટિકિટ અને અન્ય ખર્ચની રસીદ સાચવી

પ્રવાસ પૂરું થયા પછી નિયત ફોર્મમાં રીઇમ્બર્સમેન્ટ માટે અરજી કરવી


3. LTC કેટલા વર્ષમાં એકવાર મળી શકે?

Home Town LTC: દર 4 વર્ષમાં એકવાર

All India LTC: દર 4 વર્ષમાં એકવાર

(એક ચક્રમાં માત્ર એક જ પ્રકારનું LTC ક્લેમ કરી શકાય)


4. કયા વાહન માટે માન્ય છે?

એર ઈન્ડિયા (જ્યારે એર ટ્રાવેલ મંજૂર હોય)

રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ અથવા ઓથોરાઈઝ્ડ ખાનગી વાહન


5. LTC Cash Voucher Scheme (COVID-19 Special Scheme)

2020 દરમિયાન, નાણાંકીય રાહત આપવા માટે નવી સ્કીમ જાહેર થઈ હતી, જેમાં કર્મચારીઓ મુસાફરી વિના પણ LTC લાભ મેળવી શકતા.


Leave Travel Concession Rules gujarat - ગુજરાત સરકારના એલટીસીના નિયમો


🛣️ હાલ ૨૦૨૦-૨૩ બ્લોક ચાલુ છે, જે ૩૧/૧૨/૨૩ સુધી ચાલશે, ૧/૧/૨૪ થી ઓટોમેટીક નવો ૨૦૨૪-૨૭ બ્લોક ચાલુ થઈ જશે.


🛤️ જો 🚆 રેલ્વેમાં મુસાફરી કરો છો તો થ્રી ટીઅર એસીની ટિકિટના નાણા મળવા પાત્ર છે.


જો 🚌સરકારી બસમાં મુસાફરી કરો છો તો સરકારી બસ ની ટિકિટ મુજબ ભાડું મળશે.


✈️જો વિમાનમાં મુસાફરી કરો તો પણ થ્રી ટીયર એસીનું ભાડું મળવાપાત્ર છે જેના માટે રેલવેની વેબસાઈટ પરથી ફેરચાર્ટ ડાઉનલોડ કરી કિલોમીટર મુજબ ભાડુ તપાસી ભાડું આકારી શકાય, બિલમાં એર ટીકીટ મુકવી ફરજીયાત છે.


🚢 જ્યાં રેલવે જતી નથી અને ફરજિયાત સ્ટીમર કે હોડીમાં જવું પડે છે તો તે ટિકિટ મુજબ ભાડું મળવા પાત્ર છે.


🚎 એલટીસી માન્ય ટ્રાવેલ્સમાં જાઓ તો પણ રેલ્વે થ્રી ટીયર એસીનું ભાડું જ મળવા પાત્ર છે કારણ કે ટ્રાવેલ્સ જમવા-રહેવાના રૂમનું ભાડું ગણતા હોય છે જે મળવા પાત્ર નથી.


📆 જો વેકેશનમાં અથવા તો રજામાં પ્રવાસ કરો છો તો કોઈપણ જાતની રજા કપાતી નથી પરંતુ એલટીસી લાભ લીધા બાબતની નોંધ સેવાપોથીમાં થાય છે.


🛤️એલટીસી પ્રવાસ વધુમાં વધુ 3000 Up + 3000 Down એમ કુલ 6000 કિલોમીટર કરી શકાય છે.


💵એલટીસી રજા હેઠળ રજા રોકડનો દસ દિવસનો અલગ પગાર મળવાપાત્ર છે, જેમાં હાલ છઠ્ઠા પગાર પંચના બેઝિક અને તેના પર ૨૦૩% મોંઘવારી મુજબ દિન ૧૦ નો પગાર મળવા પાત્ર છે, 


🧑🏻‍🏫👩🏻‍🏫 જો પતિ અને પત્ની બંને કર્મચારી હોય તો બંને એકસાથે એલટીસીનો લાભ લઈ શકે છે, જેમાં બંનેમાંથી એક કર્મચારી પ્રવાસ ભથ્થાનું બિલ આકારી શકે છે, જ્યારે પતિ પત્ની બંને દિન ૧૦ રજા રોકડ બિલ આકારી શકે છે.


👨‍👩‍👦‍👦👵🏻👴🏻 એલટીસીમાં કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતા, પતિ પત્ની ૧૮ વર્ષથી નાની ઉંમરના સંતાનો અને ઉંમરબાદ વિનાના દિવ્યાંગ પુત્ર પુત્રીનો સમાવેશ થાય છે.


🗺️ એલટીસીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન છ વખત લઈ શકાય છે એટલે કે ૧૦×૬= ૬૦ દિવસનું રજા રોકડ મળે છે


💷 એલટીસી ની આવકને કરપાત્ર રકમ ગણવામાં આવતી નથી


LTC FROM


L.T.C. ગૂજરાત સરકારનો પરિપત્ર 👉 ક્લિક કરો


L.T.C. ફોર્મની પીડીએફ 👉 ક્લિક કરો


L.T.C. ફોર્મની વર્ડ ફાઈલ 👉 ક્લિક કરો

Post a Comment

0 Comments